શ્વાસમાં સાજન તમે આવો હવે…

*આંખોના ઝરૂખામાં બેઠા તમે,

મારા અસ્તિત્વની ફોરમનું ફૂલ તમે,

મારા દિલના બગીચાનું પારિજાત તમે,

આવો હવે ઝટ મહેકાવી દો મને,

શ્વાસમાં સાજન તમે આવો હવે.

*તૂટી જાઉં છું હું ક્યારેક અંદરથી પૂરી,

સંભાળી લે મને પ્રેમથી એવો કોઈ જોઈએ જરી,

*બાહુપાશમાં હવે જકડી લઉં તને,

દલડાના દ્વારને ઝટ તોડું હવે,

શ્વાસમાં સજની તુ આવ હવે..

*મારી રાતો થઈ હવે બેચેન,

સજની તુજ વીણ મને આવે કેમ સુખ-ચેન

*મારા સૌભાગ્યનો સૂરજ બની ઝળક્યા તમે,

મારા સમગ્ર અસ્તિત્વને સજાવ્યું તમે,

મારી આંખોમાંથી અશ્રુ રૂપે, ચોધાર બની ના વહેશો હવે,

શ્વાસમાં સાજન તમે આવો હવે.

*વાદળ બનીને વરસવું છે મારે,

ઝરમર ઝરમરમાં થાક્યો હવે,

મારા યૌવનથી તરબતર કરી દઉં તને,

પ્રેમની વાછટથી ભીંજાવું ક્યાં સુધી હવે...!!!

*મોર બની થનગનાટ કરો તો કોયલ બનીને કૂંજુ હું,

મોહ-માયાની સઘળી મેલીએ જંજાળ, એમાં હવે રાખ્યું છે શું?

મારા મનના માણીગર બનાવ્યા તમને,

ના કોઈ મર્યાદા હવે નડે મને..

*મારો અધર સુધા રસ પીવરાવું તને,

પ્રેમરસથી તૃપ્ત કરી,

પ્રણયરસમાં હવે ઝબોળું તને,

શ્વાસમાં સજની તુ આવ હવે..

*મારા શ્વાસોનું સરનામું તુ છું હવે,

મારા શ્વાસોની સુગંધ બની સમાઈ જા હવે,

શ્વાસમાં સજની ચાલ સમાઈએ હવે..!!!

Leave a comment